વાંકાનેર: મહિકા ગામની સીમમાં ખેતમજૂરી કરતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી…
વાંકાનેર: મહિકા ગામની સીમમાં વાડીએ રહી ખેતમજૂરી કરતી 20 વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ ખેડૂત ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારના સુભાનીબેન સભાભાઈ ચૌહાણ (ઉ.વ. 20) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

