Placeholder canvas

મહિકા ગામે જામગરી બંદુક સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મહિકા ગામે વાડી વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી (બંદુક) સાથે પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 26ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય, દરમિયાન સ્ટાફને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ-મહીકા ગામ વાડી વિસ્તારમાંથી આરોપી ગોવીંદભાઇ પોલાભાઇ રોજાસરા (ઉ.વ. 45, રહે. હોલમઢ)ને ગેરકાયદે દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરલ (જામગરી) બંદૂક નંગ-1, કી.રૂ. 2,000 સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો