વાંકાનેર

મહિકા જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો મજબૂત દાવો: યશવંતબા વાળાને વધતું લોકસમર્થન

મહિકા જિલ્લા પંચાયતની મહિલા બેઠક પર કોંગ્રેસે વિશ્વાસુ આગેવાન કીર્તિરાજસિંહ દીપસિંહ વાળાની વફાદારીને માન આપતા તેમની પત્ની યશવંતબા કિર્તિરાજસિંહ વાળાને ઉમેદવાર બનાવ્યા છે. ગરિયા ગામના પૂર્વ સરપંચ તરીકે કીર્તિરાજસિંહ વાળા છેલ્લા બે દાયકાથી રાજકારણમાં સક્રિય રહ્યા છે અને કોંગ્રેસ પ્રત્યે અડગ વફાદારી દાખવી છે. તેમની સાદગી, સૌમ્ય સ્વભાવ અને દરેક સમાજ સાથેના મજબૂત સંબંધો યશવંતબાની ઉમેદવારીને વધુ મજબૂતી આપી રહ્યા છે.
મહિકા જિલ્લા પંચાયત હેઠળની તાલુકા પંચાયતની બેઠકો પર પણ કોંગ્રેસના ઉમેદવારો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેનો સીધો લાભ જિલ્લા બેઠક પર મળી શકે છે. ખાસ કરીને ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો કોંગ્રેસના પક્ષમાં વળ્યા હોવાનું માનવામાં આવે છે. હાલ મળતું વ્યાપક લોકસમર્થન કોંગ્રેસ માટે જીતનો માર્ગ સરળ બનાવે છે, અને પાર્ટી આ બેઠક પર વિજયનો દાવો કરી રહી છે.
કીર્તિરાજસિંહ વાળા અને તેમના સાથી કોંગ્રેસના આગેવાનો હાલમાં મહિકા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં સક્રિય પ્રવાસ કરી રહ્યા છે અને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. દરેક ગામમાં તેમને ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે, જે કોંગ્રેસ માટે સકારાત્મક સંકેતો આપી રહ્યો છે. સ્થાનિક સ્તરે મળતા આ વધતા સમર્થનને જોતા રાજકીય પરિસ્થિતિ કોંગ્રેસના પક્ષમાં ઝૂકી રહી હોવાનું લાગી રહ્યું છે અને યશવંતબા વાળાની જીતની સંભાવનાઓ વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે.
આ સમાચારને શેર કરો