Placeholder canvas

વાંકાનેર: મહિકા ગામે ચેક રિટર્ન કેસનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા યુવાન ઉપર મહિકા ગામના જ બે શખ્સોએ ચેક રિટર્ન કેસની ફરિયાદનો ખાર રાખી હુમલો કરવાની સાથે જાતિ પ્રત્યે હડધૂત કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં મહિકા ગામે રહેતા બાંધકામ કોન્ટ્રાકટર વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ ચેક રિટર્ન થવાથી કેસ કર્યો હોય આરોપી યાકુબભાઈ મહમદભાઈ બાદી અને ઉસ્માન મહમદભાઈ બાદી નામના શખ્સોએ આ બાબતનો ખાર રાખી વિજયભાઈ ઉપર હાથમાં પંચ પહેરી હુમલો કરી, જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો