વાંકાનેર

વાંકાનેર: મહિકા ગામના સરપંચ અને ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ કરનાર યુવાન ઉપર જીવલેણ હુમલો…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામના યુવાને ગામના સરપંચ, તલાટી અને વાંકાનેર ટીડીઓ વિરુદ્ધ કરેલી ફરિયાદ કરનાર યુવાન પર ત્રણ અજાણ્યા ઈસમોએ ગત તા.3ના રોજ અડધી રાત્રે હુમલો કરી માથામાં છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને બાંધકામ કોન્ટ્રકટનો વ્યવસાય કરતા વિજયભાઈ શિવાભાઈ ચાવડા ઉ.38નામના યુવાને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મહિકા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ વાંકાનેર ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હોય અને હાલમાં એ ફરિયાદની તપાસ માળીયા મિયાણા ટીડીઓને સોંપવામાં આવી છે. આ ફરિયાદને અનુસંધાને તા.6ના રોજ તેમને જવાબ માટે ટીડીઓ પાસે જવાનું હતું ત્યારે ગત તા.3ના રોજ રાત્રીના એકાદ વાગ્યે ત્રણ શખ્સોએ કાળી ગાડીમાં આવી હુમલો કરી માથામાં છરી મારી તેમની સાથે રહેલા કાકાના દીકરા ધર્મેન્દ્રભાઈને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી ગયા હતા. હુમલાના આ બનાવમાં સરપંચના ભાઈ ઉપર શંકા દર્શાવી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો