રાજકીયવાંકાનેર

તીથવા જીલ્લા પંચાયતની બેઠક પર મહેબુબભાઈ કડીવારનો મજબૂત દાવો – અનુભવી નેતૃત્વ સાથે જનસમર્થન ઊંચાઈએ

તીથવા જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેબુબભાઈ કડીવારએ પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે. છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં રહેલા મહેબુબભાઈ કડીવારએ પીપળીયા રાજ સહકારી મંડળીના પ્રમુખ તેમજ પીપળીયા રાજના સરપંચ તરીકે નોંધપાત્ર સેવા આપી છે. ખાસ વાત એ છે કે પીપળીયા રાજ ગામમાં તેઓ પોતે અથવા તેમના પરિવારના સભ્ય ત્રણ વખત સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે તેમના પ્રત્યે લોકોના વિશ્વાસને દર્શાવે છે.
મહેબુબભાઈ કડીવાર પોતાના વિસ્તારમાં લડાયક અને આક્રમક આગેવાન તરીકે ઓળખ ધરાવે છે. લોકોના પ્રશ્નો અને હકો માટે તેઓ હંમેશા અગ્રેસર રહી લડત આપતા રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં તેમની મજબૂત છાપ ઉભી થઈ છે.
હાલ તેઓ તીથવા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ગામોમાં વ્યાપક જનસંપર્ક યાત્રા પર છે. ગામોગામ લોકો તરફથી તેમને ઉત્સાહભર્યો પ્રતિસાદ અને જોરદાર આવકાર મળી રહ્યો છે, જે તેમની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ અને અનુભવના આધારે મહેબુબભાઈ કડીવાર આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ દાવેદાર તરીકે સામે આવ્યા છે.
આ સમાચારને શેર કરો