વાંકાનેર

મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે વાંકાનેર શહેરમાં સમસ્ત જૈન મહાજનની શોભાયાત્રા નીકળી…

વાંકાનેર: આજે મહાવીર સ્વામીની જન્મ જયંતી વાંકાનેરમાં ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી, વાંકાનેર શહેરમાં જૈન સમાજના લોકોએ શોભાયાત્રા કાઢી હતી અને શુદ્ધ ઘીના લાડુની પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે વાંકાનેર શહેર માં સમસ્ત જૈન મહાજનની શોભાયાત્રા નીકળી હતી. તેમાં અર્હમ યુવા સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા શહેરીજનોને શુદ્ધ ઘી ના લાડુ પ્રસાદ રૂપે આપવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો