વાંકાનેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક સ્પર્ધામાં દોશી કોલેજ વાંકાનેરની વિદ્યાર્થીની મધુએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તા. ૫, ૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગોળા ફેંક ઇવેન્ટમાં દોશી કોલેજની વિદ્યાર્થી ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) એ સિલ્વર મેડલ મેળવેલ છે.

આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. ઝાપડા મધુ મશરૂભાઈ અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે આ ઉચ્ચ સિધ્ધિ બદલ શુભકામનાઓ આપવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો