Placeholder canvas

માધાપર સુંન્દરમ સીટી સોસાયટી પાસે રોડનું ધારાસભ્ય સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

રાજકોટ: આજ રોજ ૬૭-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માધાપર સુંન્દરમ સીટી સોસાયટી પાસે આશરે એક કરોડ થી વધારે રકમથી નવી ટેકનોલોજી ડિઝાઇન દ્રારા ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદેદારો અને બહોળી સંખ્યામાં સોસાયટીનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો