વાંકાનેર મચ્છુ એક ડેમ આજે વહેલી સવારે 1:00 વાગ્યાની આસપાસ વિધિવત રીતે ઓર ફ્લો થઈ ગયો છે હાલમાં બે ઇંચ નો ઓવરફ્લો થઈ રહ્યો છે.
વાંકાનેર તાલુકાના જાલસીકા પાસે આવેલ મચ્છુ-૧ ડેમ આજે વહેલી સવારથી બે ઇંચ નો ઓવરફલો થઈ રહ્યો છે. જોકે ગઈ કાલ બપોર પછીથી જ ડેમની પાળી પરથી પાણી નીચે આવવા લાગ્યું હતું કેમ કે ગઈકાલે પવનની ગતિ વધુ હોવાથી મોજા દ્વારા મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થવા લાગ્યો હતો. પરંતુ મચ્છુ-૧ ડેમની સાઈટ પરથી આપવામાં આવેલી માહિતી મુજબ આજે વહેલી સવારે 1 વાગ્યા થી વિધિવત રીતે મચ્છુ-૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે અને હાલમાં બે ઇંચનો ઓવરફ્લો ચાલુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે, જેથી ઓવરફલો વધવાની શક્યતા રહેલી છે. જેથી કરીને મચ્છુ એક ડેમની નીચવાસમાં આવતા ગામો સાવચેતી રાખવી.
