મચ્છુ-૧ની કેનાલના પાણીના ફોર્મ ભરવાનું કયા કે શરૂ થશે? અને કેટલા દિવસ ચાલશે? જાણવા વાંચો.
વાંકાનેર: મચ્છુ-૧ કેનાલમાંથી ખેડૂતને ખેતી માટે આ વર્ષે કુલ છ પાણ આપવા માટેનું નક્કી થયું છે, જે માટેના ફોર્મ તારીખ 27/10/2025 થી તા.01/11/2025 સુધી સવારે 10:30 થી 5:00 વાગ્યા સુધી સેક્શન ઓફિસ ખાતે ભરીને આપવાનું રહેશે. જે માટે આજે મળેલી મિટિંગમાં નીચે મુજબનો નિર્ણય કરવામાં આવેલ છે.
મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ૧૧.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન, લાલ બાગ, રૂમ નં ૨૨૮, મોરબી ખાતે મળેલ હતી, જેમાં ઠરાવમાં નક્કી થયેલ તારીખ- ૨૭/૧૦/૨૦૨૫ થી ૦૧/૧૧/૨૦૨૫ સુધી સમય ૧૦:૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી લગત સેક્શન ઓફીસ ખાતે સિંચાઈ અરજી સ્વીકારવામાં આવશે ત્યારબાદ સિંચાઈ અરજી ૧.૨૫ દરે સ્વીકારવામાં આવશે તેમ નક્કી થયેલ છે. સિંચાઈ અરજી સાથે ફરજીયાત ૭/૧૨ અથવા ૮-અ અથવા ખાતાવહી સાથે રાખવાની રહેશે. રબી ૨૦૨૫-૨૬ માટે કુલ ૬ (છ) પાણ આપવાનું આયોજન થયેલ હોઈ. જેની નીચે મુજબના ભાવે વસુલાત કરવામાં આવશે.
રબી ૨૦૨૪-૨૫ માટે કુલ ૬ (છ) પાણ પ્રતિ હેક્ટરના ભાવ:- ૬ પાણ👉પીયાવો-૨૦૯૧/- + લોકલ ફંડ-૪૧૮ = ફૂલ-૨૫૦૯
નહેર અધિનિયમ ૨૦૧૩-૧૪ મુજબ સમયસર વસૂલાત ન ભરનાર ખાતેદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મચ્છુ-૧ કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામો :-
વાંકાનેર તાલુકાના ગામો:- જાલસિકા, કોઠી, મહીકા, જોધપર, લીંબાડા, ગારીયા, રશીકગઢ, કેરાળા, લાલપર, ચંદ્રપુર, રાજાવડલા, અમરસર, પાંચદ્વારકા, સીંધાવદર, તીથવા, અરણીટીંબા, વાંકીયા, પંચાસીયા, કોઠારીયા
ટંકારા તાલુકાના ગામો:- ટંકારા, ટોળ, અમરાપર, સજનપર, લજાઈ, હડમતીયા(પાલનપીર), વીરપર,
મોરબી તાલુકાના ગામો:- રવાપર, રાજપર, ઘુનડા(સજનપર)
📌 જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો…
https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE


