Placeholder canvas

મચ્છુ -3 ડેમ છલોછલ, બે દરવાજા ખોલ્યા…

મોરબી : મોરબીના સાદુળકા પાસે આવેલ મચ્છુ – 3 ડેમ છલોછલ ભરાઈ ગયો છે, હાલ ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા મોરબી અને માળીયા તાલુકાના 20 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદ ને પગલે નવા સાદુળકા પાસે આવેલ મચ્છુ – 3 ડેમમાં 1676 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોય હાલમાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા રુલ લેવલ મેઇન્ટેઇન કરવા હાલમાં ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડિયા, વનાળિયા, સાદુલકા, માનસર, રવાપર નદી, અમરનગર, નારણકા, ગૂંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા મિયાણા, ફતેપર અને હરિપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો