વાંકાનેર

વાંકાનેર:મચ્છુ-1 ડેમમાં 11.5 ફૂટ પાણીની આવક, જળ સપાટી 33 ફૂટ પર પહોંચી

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-1 ડેમ માં છેલ્લા 24 કલાકમાં 11,5 ફૂટની પાણીની આવક થઈ છે, હાલ પણ પાણીની આવક સારા એવા માત્રમાં આવી રહી છે.

મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવાને હજુ ઘણું છેટુ લાગી રહ્યું છે જોકે વરસાદ ચાલુ છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ છે ત્યારે મચ્છુ 1 ડેમ પણ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે પણ હજુ મચ્છુ 1 ડેમ અડધો પણ ભરાયો નથી…હાલની જળ સપાટી ત્યાં 33 ફૂટ પર પહોંચી છે અત્રે ઉલ્લેખનિય છે કે મચ્છુ 1 ડેમની કુલ 50 ફૂટ ઊંચાઈ છે અને 42 ફૂટે ડેમ અડધો થાય છે.

હાલ વાંકાનેર તાલુકાના તમામ નાના મોટા નદી નાળામાં ખૂબ વધુ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. ત્યારે આ નદી પસાર કરવાના થાય ત્યારે ખોટો જોખમ લેવા નહીં અને સાવચેતી રાખવી તેમજ હજુ પણ 36 કલાક મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી સૌએ સાવચેત રહેવું તેમજ એવું જણાય તો સલામત સ્થળે જતું રહેવુ.

આ સમાચારને શેર કરો