રાજકોટ-અમદાવાદ હાઇવે પર મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી: 25 મુસાફરોને ઈજા…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના પાટિયા પાસે બસે પલટી ખાધી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 25 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને સાયલા અને લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી.

જોરાવરનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી આ લક્ઝરી બસનો અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અને કોઈ પણ મુસાફરની સ્થિતિ ગંભીર નથી.

આ સમાચારને શેર કરો