skip to content

વાંકાનેર: લુણસર ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી પકડાણી, 60 લાખની કિંમતનું એક્સકેવેટર મશીન સીઝ…

મોરબી જિલ્લામાં ખનીજચોરો ખુલ્લેઆમ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી ખાણ ખનીજ વિભાગે વાંકાનેરના લુણસર ગામે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન કરતા એક શખ્સને ઝડપી લઈ 60 લાખની કિંમતનું એક્સકેવેટર મશીન સીઝ કર્યું હતું.

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી જે.એસ.વાઢેર અને તેમની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડી જેસીબી કંપનીના એક્સકેવેટર મશીન વડે ફાયર કલે ખનીજનું ગેરકાયદેસર ખાણકામ કરવા બદલ પકડી પાડી પ્રાથમિક તપાસ કરતા આ ફાયરકલે ખનીજ ખોદકામ કરવાનું કામ આરોપી ગોપાલભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયાના કહેવાથી મશીન માલિક દેવશીભાઇ ચારલા રહે. પલાસ તા.વાંકાનેર દ્વારા કરવામાં આવતું હોવાનું કબુલતા ફાયર ક્લેનું ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ રૂપિયા 60 લાખની કિંમતનું એક્સકેવેટર મશીન સીઝ કરી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે સોંપી આપ્યું હતું.

આ સમાચારને શેર કરો