Placeholder canvas

વાંકાનેર: પરિણીત યુવક પ્રેમિકા સાથે ભાગી ગયો, પરિવાર શોધવા નીકળ્યો તો મૃતદેહ મળ્યો.

મોરબીના માંડલ નજીક રહીને સિરામિકમાં કામ કરતો યુવાનનો પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ અને અકસ્માતનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત યુવકની પોતાના સંબંધની પત્ની સાથે જ આંખ મળી જતા બંને નાસી ગયા હતા. જ્યારે પિતાએ પુત્રની શોધખોળ હાથ ધરી ત્યારે તેમને જાણવા મળ્યું કે કન્ટેનર સાથે સર્જાયેલા અકસ્માતમાં પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે મૃતક યુવકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

પડધરી તાલુકાના ઉકરડા ગામે વાડીમાં રહેતા ગરમસિંહ વિંછીયાભાઇ નળવાયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્ર મહેશના લગ્ન ગંગા નામની યુવતી સાથે થયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી પણ છે. ગંગા છેલ્લા 15 દિવસથી પોતાના પિયર દાહોદ ખાતે જતી રહી હતી. મહેશ કાલાવડ તાલુકાના મકાજી મેઘપરથી તેમના સંબંધિત પરવત ધાણકની પત્ની સુશીલા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જેવી પત્ની પિયર ગઈ એ સાથે જ મહેશ-સુશીલા સાથે નાસી ગયો હતો.

જેથી આ મામલે ગરમસિંહ અને તેમના પરિજનોએ બંનેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે મહેશ મોરબી તાલુકાના માંડલ પાસે આવેલ આઈબીચ સિરામિકમાં મજૂરી કામ કરે છે. પરિજનો પુત્ર પાસે પહોંચે એ પહેલા જ ગરમસિંહને જાણ થઈ હતી કે તેમના પુત્રનું અકસ્માતમાં મોત થયું છે.

પિતા ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે તારીખ ૧૭ના રોજ સરતાનપર રાતાવીરડા રોડ સ્વેલ સીરામીક પાસે મહેશ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે-૦૩-બીઇ-૭૮૦૨ લઈને પસાર થઈ રહ્યો હતો એ સમયે આરોપી ટ્રક કન્ટેનર નંબર જીજે-૧૨-બીટી-૯૨૯૮ના ચાલકે કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મહેશને અડફેટે લીધો હતો. જેને પગલે મહેશને માથાના ભાગ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.તો મૃતક મહેશભાઈ આગાઉ રાતાવીરડા બાજુ કારખાનામાં કામ કરતો હોય અને તેના પૈસા લેવા માટે ગયેલ હોય દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો