વાંકાનેર: ભેરડા ગામના યુવાનને પ્રેમે તો ભાંઠા ખવળાવ્યા…. !!!
વાંકાનેર : વાકાનેરના ભેરડા ગામના યુવાનને લાકડધાર ગામની યુવતી સાથે પ્રેમસંબધ હોય એ યુવતીની અન્યત્ર સગાઈ થઈ જતા પ્રેમીએ જે યુવાન સાથે યુવતીની સગાઈ થઈ હતી તેને પોતાના પ્રેમસંબંધ અંગે જાણ કરતા યુવાનના પિતા સહિતના લોકોએ પ્રેમી યુવાનને દેરાળા ગામે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા કિશન જાદુભાઈ સાબરીયા ઉ.22 નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી પરબત ભોપા ધરજીયા, સંજય રસાભાઈ ધરજીયા, સવા ભોપા ધરજીયા અને રામજી ટપુ ધરજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પરબત ભોપાના પુત્ર અજયની લાકડધાર ગામે રહેતી છોકરી સાથે સગાઈ થઈ હોય જે છોકરીને પોતે પ્રેમ કરતો હોવાથી આ બાબતે અજયને વાત કરતા તમામ આરોપીઓએ દેરાળા ગામના રામજી મંદિર પાસે લાકડી વડે માર મારી ઢીકા પાટુનો માર મારતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.