રાજકોટ: PSI અને યુવક વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, વાહન રોકતા મામલો બિચક્યો…
રાજકોટની રૈયા ચોકડી પાસે મારા-મારીની ઘટના સામે આવી છે. અહી PSI અને એક યુવક વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના ઘટી હતી.. મારામારીના લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. PSIએ યુવકનું વાહન રોકતા યુવક અને પીએસઆઇ વચ્ચે તકરાર થઇ હતી.. જે બાદ આ તકરાર મારામારીમાં પરિણમી હતી . સોશિયલ મીડિયામાં આ મારામારીનો વીડિયો લાઇવ થયો છે.
વીડિયોમાં ત્રણેક પોલીસ કર્મીઓ અને એક યુવાન જોઇ શકાય છે.. પોલીસ કર્મી અને યુવક બથ્થમબથ્થા થતા દેખાય છે. પીએસઆઇ ખુબજ ગુસ્સામાં છે તે યુવકને પાઠ ભણાવવાના મૂડમાં દેખાય છે, પરંતુ અન્ય બે પોલીસ કર્મીઓ તે પીએસઆઇને રોકતા દેખાય છે..અને યુવકને સાઇડમાં કરી રહ્યા છે.. ગાડી રોકવાની બાબતને લઇને આ બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે..


