આવતીકાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી:18મીએ મત ગણતરી…
આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે. મતદાન EVM દ્વારા આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.
વાંકાનેરમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર ચૂંટણી થઈ રહી છે. ચંદ્રપુર તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, જોકે આ સીટ ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો નથી. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આપ બાસપા અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે તેમજ ભાજપ નગરપાલિકાની ચૂંટણી સાથે સાથ અંદરો અંદર પણ ચૂંટણી લડી રહ્યો છે. નગરપાલિકામાં લગભગ બે દાયકા બાદ કોંગ્રેસ થોડુક સક્રિય દેખાયું અને કોંગ્રેસ માટે સારી બાબત એ છે કે લગભગ બે દાયકા બાદ વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યો પ્રવેશ કરશે.
આ ચૂંટણી પતી ગયા પછી જે ઉમેદવારો વિજેતા થાય તેમને લોકોના અને પોતાના વિસ્તારના કામો કરવાના હોય છે એટલું તેઓ યાદ રાખે તો ઘણું…!! જે લોકો નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણી લડે રહ્યા છે તેમાં લોકો આવતીકાલે કોને પસંદ કરે છે એ જાણવાની આતુરતાનો અંત તો 18 તારીખે જ આવશે, બધા જ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ‘વિજય ભવ’

