ચોર પણ ગજબના હો: આખે આખુ ટ્રેક્ટર લોડર ચોરી ગયા.!!

વાંકાનેર: વાંકાનેર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. અત્યાર સુધી ચોર મુખ્યત્વે બાઈક ચોરીના બનાવોને અંજામ આપતા હતા, પરંતુ હવે તેમણે ચોરીનો વ્યાપ વધારી દીધો છે. તાજેતરના બનાવમાં ચોરે એક ટ્રેક્ટર-લોડરને નિશાન બનાવ્યું છે, જે દર્શાવે છે કે હવે ચોરીનું સ્તર પણ ઊંચું આવ્યું છે.

🚜 લાખો રૂપિયાનું જોન્હ ડીયર ટ્રેક્ટર-લોડર ચોરાયું
​વાંકાનેરના ચંદ્રપુર ગામ નજીક આવેલ મોમીનશાહ બાવાની દરગાહ પાછળની ઘટના સામે આવી છે. અહીં એસીયન રીફ્રેક્ટરી નામના યુનિટના ગ્રાઉન્ડમાં રાખેલું જોન્હ ડીયર ટ્રેક્ટર લોડર (નં. GJ 36 S 3691) ચોરાઈ ગયું હતું. આ લોડરની અંદાજિત કિંમત રૂપિયા બાર લાખ જેટલી આંકવામાં આવી છે.
​અજાણ્યા ઇસમોએ કદાચ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને અથવા લોક તોડીને આ કિંમતી વાહનની ચોરી કરી હતી.

આ મામલે ફરિયાદી સુરેશભાઈ મનોજભાઈ અંબાલીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ચોરોને પકડવા અને ચોરાયેલ ટ્રેક્ટર-લોડરને શોધી કાઢવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો