વાંકાનેર:લુણસરીયા ફાટક પાસેથી વિદેશી દારૂ સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેરમાં લુણસરીયા રેલ્વે ફાટક પાસેથી બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે.

ગત તા. 20ના રોજ વાંકાનેરમાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક સુનિલભાઈ રામાભાઈ છાસીયા (ઉ.વ. ૨૫, ધંધો મજુરી, રહે. હાલ જાંબુડીયા સીમ, સોરોના સેનેટરીવેર કારખાને, તા.જી. મોરબી, મુળ ગામ પારેવાળા, તા. જસદણ, જી. રાજકોટ)ને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 12 (કિં.રૂ. 3,600) વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ પાસેથી વિદેશી દારૂનો મુદામાલ તથા બાઈક મળી કુલ મુદામાલ કિ.રૂ. 33,600 જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો