Placeholder canvas

વાંકાનેર: લુણસરીયા ગામ પાસે ઇકોનું અકસ્માત થતા તેમાંથી દારૂ પકડાયો…!!!

વાંકાનેર: લુણસરિયા ગામ નજીક દારૂ ભરેલી ઈકો અથડાઈ હતી.જ્યાં કારચાલક ઝડપાયો હતો.જ્યારે કારમાં સવાર અન્ય આરોપી નાસી ગયો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ લુણસરીયા ગામ નજીક ઇકો કાર નંબર GJ-03-KH-4782 અથડાઈ હતી. અકસ્માતને પગલે કારમાં સવાર આરોપી લાલો કોળી નાસી ગયો હતો. અકસ્માત સંદર્ભે સ્થાનિકો દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કાર ચાલક આરોપી કમલેશ ધીરુભાઈ ઉધરેજીયા મળી આવ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાં રૂ.3500 ની કિંમતનો ૧૭૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં આરોપી કમલેશે કબૂલાત આપી હતી કે, આરોપી કમલેશ અને લાલો કોળી ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા હતા. એ સમયે આ અકસ્માત સર્જાયો હતો જેમાં આરોપી લાલો નાસી ગયો હતો. તેથી પોલીસે દારૂ અને ઇકો કાર સહિત કુલ રૂપિયા ૨,૦૩૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી કમલેશ ની ધરપકડ કરી હતી અને આરોપી લાલા કોળીને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો