Placeholder canvas

વાંકાનેર: આરોગ્યનગરમાં રહેણાંક મકાનમાંથી 552 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો….

વાંકાનેર: સીટી પોલીસે ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી કુલ 552 બોટલ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 1,42,320ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપીને ફરાર થઈ ગયેલ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના આરોગ્યનગરમાં શેરી નં. 5 માં આવેલ અજયસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનમાં પાછળના ભાગે બેઠકરૂમમાંથી 264 બોટલ વિદેશી દારૂ તથા 288 નંગ વિદેશી દારૂના ચપલા સહિત કુલ રૂ. 1,42,320 ના મુદ્દામાલ સાથે આરોપી કિશનભાઇ અશોકભાઈ ખિરૈયા (ઉ.વ. ૩૦, રહે. આરોગ્યનગર શેરી નં. ૪)ની સ્થળ પરથી ધરપકડ કરી આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા સ્થળ પર હાજર નહી મળી આવતાં તેને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો