Placeholder canvas

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી 14 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.

વાંકાનેર: બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમ દ્વારા બાતમીને આધારે વિજય હોટલ પાસે રોડ પરથી આઇસર વાહનમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે આ બનાવમાં રૂ. 13.90 લાખના દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ. 24.02 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો.

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને મળેલ ખાનગી બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક આઇસર વાહન નંબર GJ 15 AX 0194 રાજકોટ તરફ જતુ હોય જેમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભરેલ હોય જેના આધારે પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ડ્રાઇવર વિજય હોટલ સામે વોચ ગોઠવતા ઉપરોકત બાતમી વાળું આઇસર નિકળતા તેને રોકી તલાશી લેતા તેમાંથી રૂ. 13,90,800ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂ-બિયરના જથ્થા તથા આઇસર ગાડી, એક મોબાઇલ તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 24,02,300 ના મુદ્દામાલ સાથે આરોપી સુભાષસીંગ કેદારસીંગ રાજપુત (ઉ.વ. ૩૪, રહે. બિહાર) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં માલ મોકલનાર અન્ય આરોપી હેમંતભાઈ પટેલ (રહે. દમણ) તથા માલ મંગાવનાર જે પણ વ્યક્તિના નામ ખુલે તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….

આ સમાચારને શેર કરો