Placeholder canvas

વાંકાનેર: દલડીમાં વ્હીસ્કીની બોટલ સાથે એકની અટકાયત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામમાં આ એક જ અઠવાડીયામાં બીજી વખત દારૂ પકડાયો છે. ગઈકાલે તાલુકાના દરેક ગામે વ્હીસ્કીની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 9ના રોજ વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલપંપ સામેથી અશોકસિંહ દીલુભા જેઠવા (ઉ.વ. 46, ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. થાનગઢ મંગલદીપ સોસાયટી જી. સુ.નગર)ને ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની બોટલ રોયલ ચેલેન્જ, ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કીની શીલપેક બોટલ નંગ 1, કિ.રૂ. 520 સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે તેની અટકાયત કરી છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો