Placeholder canvas

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી વર્ના કાર ઝડપાઇ…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમેં વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦ તથા વર્ના કાર મળી કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જો કે પોલીસના દરોડા દરમિયાન કાર ચાલક કાર રેઢી મૂકીને ફરાર થઇ ગયો હતો.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ વાંકાનેર બાઉન્ટ્રી ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર નં.GJ-11-S-8188 વાળીનો ચાલક પોલીસની હાજરી પામી જઇ કાર રેઢી મુકી નાશી જતા પોલીસે કાર ચેક કરતા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦ નો મુદ્દામાલ તથા કાર સહીત કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦ નો મુદ્દામાલ મળી આવતા કાર મુકી નાશી જનાર કાર ચાલક સામે પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી જનાર કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.

આ સમાચારને શેર કરો