વાંકાનેર: પોલીસે મકતાનપર સુધી પીછો કરી દારૂ ભરેલી કાર પકકડી લીધી, ચાલક ફરાર…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા પાસે વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવા કોશિશ કરતા કાર ચાલકે કાર ભગાવી મુકતા પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક મકતાનપર નજીક કાર રેઢી મૂકી નાસી જતા આ કારમાંથી પોલીસે વિદેશી દારૂની 131 બોટલ કબ્જે કરી હતી.

મળેલી માહિતી મુજબ ગતરાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પાડધરા નજીક વાહન ચેકીંગ કરતો હતો ત્યારે જીજે – 3 – એમ આર – 4227 નંબરની કારનો ચાલક કાર ભગાડી નાસી જતા પોલીસે પીછો કરયો હતો. જ્યારે મકતાનપર નજીક મોકો મળતા કાર ચાલક કાર રેઢી મૂકી નાસી જતા પોલીસે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 131 બોટલ મળી આવતા પોલીસે રૂ.53469ની કિંમતનો દારૂ તેમજ રૂ.4 લાખની કિંમતની કાર સહિત રૂ.4,53,469નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

આ સમાચારને શેર કરો