Placeholder canvas

લીંબડી-રાજકોટ હાઇવે પર ડુંગરીના ઢગલા થયા !!

બે ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત, એકને ઈજા…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડીના છાલિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી હોસ્પિટલે મોકલી આપી હતી. અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માતનો બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યા છે. જેમાં માંતેલા સાંઢની માફક પુરઝડપે દોડતા વાહનો વચ્ચે સર્જાતા અકસ્માતની ઘટનામાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેંટતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડીના છાલિયા ગામના પાટિયા પાસે સર્જાયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ ચલાવી રહ્યાં છે.

આ સમાચારને શેર કરો