વાંકાનેર: મચ્છુ-1ની કેનાલમાંથી ખેડૂતોને લિફ્ટ ઇરીગેશનથી સિંચાઇ માટે મંજૂરી આપવા હફીઝાબેન બાદીની રજૂઆત…
વાંકાનેર: મચ્છુ-1 ડેમની કેનાલમાંથી શિયાળું પાકમાં વર્ષોથી લિફ્ટ ઇરીગેશનથી સિંચાઈનો લાભ મેળવતા ખેડૂતોને વર્તમાન વર્ષથી અચાનક સિંચાઈનો લાભ અટકાવી દેવામા આવ્યો છે. વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની થયેલ છે, ત્યારે શિયાળુ પાકમાં ખેડૂતોને કેનાલમાં પાણી છોડાતા સારી ઉપજ મળશે અને વળતર મળશે તેવી આશા બંધાઇ છે.
આ વર્ષથી અચાનક જ કેનાલની આજુબાજુના વિસ્તારમાં લિફ્ટ ઈરીગેશન સિંચાઈનો લાભ મેળવતા ખેડૂતોને અચાનક આ લાભથી વંચિત કરી દેવામાં આવતા હજારો ખેડૂતો પર સંકટોના વાદળ ઘેરાયા છે. જેથી આ મામલે વાંકાનેર પંથકના તમામ ગામોના ખેડૂતોને તાત્કાલિક લિફ્ટ ઈરીગેશનથી પાણીનો લાભ આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન બાદી દ્વારા કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી છે.

