ગુલમહોરનું ઝાડ કટીંગ કરવામાં જિંદગી ગુમાવી…
રાજકોટ : બેટી રામપરમાં વાડીએ ઝાડ કટીંગ કરતી વેળાએ ઝાડ માથે પડતા ગંભીર રીતે ઘવાયેલ યુવકનું સારવારમાં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળેલ માહિત મુજબ બેટી રામપરમાં રહેતા જગદીશભાઈ નરસીભાઈ ચૌહાણ (ઉ.38) ગત રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે વાડીમાં આવેલ ગુલમહોરનું ઝાડ કટીંગ કરતા હતા. ત્યારે અચાનક ઝાડ તુટીને યુવક પર પડતા દબાઈ ગયો હતો. માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા એકઠા થયેલ લોકોએ તેને સારવારમાં પ્રથમ ખાનગી અને બાદમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નિવહતા તેનું મોત નિપજયું હતું.
આ બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. વધુમાં મૃતક પાંચ ભાઈ બહેનમાં મોટા અને સંતાનમાં એક પુત્ર પુત્રી હતા બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

