Placeholder canvas

વાંકાનેર શહેરમાં દીપડો દેખ્યો! પાંજરૂ મુકાયું…

પેડકમાં એક નહીં પણ બર દીપડા દેખાતા વનવિભાગ આવ્યું હરકતમાં…

વાંકાનેર : વાંકાનેર ગ્રામ્ય પંથકમાં દીપડો અવાર નવાર દેખાય રહ્યા છે ત્યારે ગઈકાલે વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં એક સાથે બે દીપડાએ દેખા દેતા વનવિભાગ હરકતમાં આવ્યો છે અને દીપડાને પક્કડવા માટે પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું છે. જો કે ચાલાક દીપડા મારણ મુકેલા પાંજરા સુધી ન પહોંચતા શહેરીજનોમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા હરિભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા વનવિભાગને જાણ કરી આ વિસ્તારમાં એક નહીં પણ બે દીપડા હોવાનું જણાવતા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમણીની સૂચનાથી ફોરેસ્ટ અધિકારીને જાણ કરતા તાત્કાલિકના ધોરણે પાંજરૂ મુકાવી દીપડાને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો