Placeholder canvas

વાંકાનેર તાલુકાના લાકડધારમાં જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામમાં રહેતા આરોપીએ ખેતીની જમીન પચાવી પાડી વાવેતર કરવાનું શરૂ કરતાં આ મામલે મોરબી રહેતા ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રેવન્યુ સર્વે નંબર 176 પૈકી 1ની ખેતીની જમીન ધરાવતા મોરબીના રવાપર રોડ ઉપર રહેતા સુનીલભાઇ અમરશીભાઇ પટેલની માલિકીની જમીન પૈકી 3440 ચોરસ મિત્ત જમીન ઉપર વર્ષ 2005થી કબ્જો કરી કાનાભાઇ ભલાભાઇ સરવીયા રે.લાકડધાર તા.વાંકાનેર વાળા ખેતી કરવાનું શરૂ કરી દેતા સુનિલભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં પોલીસે સુનિલભાઈની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એમ.આઇ.પઠાણ તપાસ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો