Placeholder canvas

સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવતો વાંકાનેરનો વિદ્યાર્થી લામકા નૈમિષ

વાંકાનેર: આજે ધો.10 નું રિઝલ્ટ જાહેર થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો છે. અમુક વિધાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વાંકાનેરના ટોપટેનમાં ૧૦ સ્થાનમાં ૧૬ વિધાર્થીઓનો સમાવેશ થયો છે.

ધોરણ10ના ટોપ 10માં ત્રીજું સ્થાન મેળવનાર લામકા નૈમિષે વાંકાનેરના શિક્ષણ ઇતિહાસનો એ પ્રથમ વિદ્યાર્થી છે જેણે અત્યાર સુધીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા હોય. અત્યાર સુધીમાં ધોરણ 10 ના જાહેર થયેલા બોર્ડના રીઝલ્ટ માં ક્યારેય કોઇ વિદ્યાર્થીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલા નથી. તેઓ જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી છે.

નૈમિષે અને પરિવારને અભિનંદન

આ સમાચારને શેર કરો