વાંકાનેર: સ્વ.લલિતભાઈ મહેતાના સ્મરણાર્થે સ્મૃતિ બાગ ખુલ્લો મૂકાયો…

સ્વ. લલિતભાઈ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિદ્યાભારતીના આચાર્ય બહેનો અને 226 વિદ્યાર્થીની બહેનો દ્વારા પ્રકૃતિના જતન માટે બધા જાગૃત થાય તે માટે નાનકડો પ્રયાસ કરેલ છે જેમાં બધા જ વિદ્યાર્થીની બહેનો સહભાગી થયા છે સૂર્ય નહીં તો કોડિયું બની નાના બાળકો અને સમાજના પ્રત્યેક લોકોમાં પકૃતિ ની જાળવણી માટે 87 છાયા આપનાર વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી માટી માટીના કુંડા , વેસ્ટ પ્લાસ્ટિક માંથી બનાવેલ કુંડા અને તેમજ ચકલીના માળા જાતે બનાવી લાવવામાં આવ્યાં સાથે કુદરતી ખાતર તેમજ વિવિધ ઔષધીય વનસ્પતિ અને શાકભાજી ના રોપાઓ પણ વિદ્યાર્થીઓ રોપીને એક નાનકડો સ્મૃતિ બાગ દિનાંક 08.07.2024 ના સ્વ. લલિતભાઈ મહેતા સાહેબની સ્મૃતિમાં સંકુલના બધા વિદ્યાર્થીઓ, અભિભાવકો , પક્ષીઓ માટે આ સ્મૃતિ બાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

પ્રકૃતિ ના જતન માટેનો આ નાનકડો પ્રયાસ શાળાના પ્રધાન આચાર્ય , આચાર્યો તેમજ વિધાર્થી ઓના સહયોગ દ્વારા ટ્રસ્ટી શ્રીની પ્રેરણાથી કરવામાં આવ્યો છે આ સ્મરણાંજલિ માં ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા અને શિક્ષણ અને સમાજ માટે સ્વ લલિતભાઈ મહેતા સાહેબ ના યોગદાનને ચીર સ્મરણીય બનાવવા તેમણે જે શિક્ષણક્ષેત્રે આપ્યું છે તે સંસ્કાર અને શાશ્વત જીવન મૂલ્યોનું હંમેશા સંવર્ધન કરવા સમજાવ્યું

તારીખ.૮/૭/૨૪ ના તેમના નિધનને એક વર્ષ પૂર્ણ થતાં શાંતિ પાઠ કરી વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ તેમજ આચાર્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કે કે શાહ અને એલ કે સંધવી શાળાના નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નોટબુક પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી..

આ સમાચારને શેર કરો