Placeholder canvas

વાકાનેર: લાકડધાર ગામેથી 80 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 80 બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જગદીશ ડાયાભાઇ ગાંગડિયા, રહે.લાકડધાર અને પ્રવીણભાઈ કેશુભાઈ પરમાર, રહે.નવા ઢુંવા નામના શખ્સના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની 80 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 26,080 કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો