એલ કે સંઘવી કન્યા વિદ્યાલયએ બીજાને આનંદ વહેંચીને પોતે અંતરનો આનંદ પ્રાપ્ત કરીને હરિત દિવાળી ઉજવી..
વાંકાનેર: શ્રીમતી એલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય દ્વારા હરિત દિવાળીની ઉજવણી જેમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે ઘરના તમામ પરિવારજનો માટે 301 કપડાની કીટ, ચપ્પલ રમકડા નવા બ્લેન્કેટ, ખાવા પીવાની વસ્તુ ,સાટા બાળકો માટે કલર બુક અને રંગો વગેરેનું વાંકાનેર ગાત્રાળ વિસ્તાર, રાજકોટ રોડ, શનિદેવ મંદિર રાજા વડલા સેવા વસ્તી, શક્તિ પરા વિસ્તાર વગેરે જગ્યાએ જઈ વિદ્યાર્થીની બહેનો શાળાના આચાર્ય પ્રધાન આચાર્ય પ્રમુખ અમરશીભાઈ મઢવી વગેરે દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

શાળાના આ ઉમદા કાર્ય માટે બધા જ ટ્રસ્ટીગણ અને યુવા સંગઠનના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા દ્વારા વિદ્યાર્થીઓના કાર્યની સરાહના કરેલ તેમજ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી ગણ દ્વારા આ કાર્ય માટે તન મન ધન થી સહયોગ કરવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય દર્શનાબેન જાની સેવા સપ્તક દળના વિદ્યાર્થીઓ આ કાર્ય માટે જોડાયેલ બધા વાલીઓ અને શુભચિંતકો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે આપેલા આર્થિક સહયોગ અને વસ્તુઓ દ્વારા આ સેવા વસ્તીના બાળકો માટે થોડીક ખુશીઓ આપી શકાય વિદ્યાર્થીઓનું આ ઉમદા કાર્ય અન્ય માટે પણ પ્રેરણા રૂપ રહ્યું પોતાની વસ્તુ માંથી થોડી વસ્તુઓ અન્ય માટે કાઢવાની પ્રેરણા તેમને અન્ય વિદ્યાર્થીઓને આપી હતી ભલે ફટાકડા નહીં ફોડે પરંતુ બીજાને આનંદ વહેંચીને પોતે અંતરનો આનંદ પ્રાપ્ત કર્યો અને હરિત દિવાળી ઉજવી

