વાંકાનેર: ગરીબોના ઘરે ખુશીનો દીવો પ્રગટાવતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ.

વાંકાનેર: શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનો દ્વારા 151 ઘરના સેવા વસ્તીમાં રહેતા પરિવારજનોના તમામ સભ્યો માટે કપડા ની એક એક જોડી એમ હજાર જોડી કપડાગાત્રાળ રાજાવડલા સેવા વસ્તી રાજકોટ ફોડ સેવા વસ્તી રાતીદેવડી રોડ પર રહેતા તમામ લોકોને કપડા સાથે ગળ્યાસાટા, ચવાણુ બિસ્કીટ ચોકલેટ , પફ, કેળા ફુલજર, રમકડા ,ચંપલ વગેરે ઘણી બધી વસ્તુ પહોંચાડી એક નાનકડું કોડિયું બની થોડોક પ્રકાશ અને આનંદ દિવાળી પર્વ પહેલા આ બધા માસુમ અને નિદોર્ષ બાળકોના જીવનમાં લાવવા પ્રયત્ન કરેલ છે.

આ કામમાં ઘણા બધા સ્નેહી જનો તરફથી આ પ્રયાસમાં સહ્યોગ મળેલ છે અન્ય બાકી તમામ ખર્ચ એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ના તમામ સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ તેમના કાર્યમાં ટ્રસ્ટીગણે પણ સહયોગ કરેલ અને વિદ્યાર્થીમાં કરૂણા અને દયાભાવ જગાવવા તેમજ પોતાની પ્રિય વસ્તુ માંથી થોડો મોહ ઓછો કરી વિદ્યાર્થીઓ અન્ય ને આપતા થાય તે માટેના સુંદર પ્રયત્ન માટે શાળાના આચાર્ય દર્શનાબેન અને સ્ટાફગણ દ્વારા જે દર વર્ષે પ્રયત્ન કરવામાં આવે છે તેને વિદ્યા ભારતીના પ્રમુખ અમરશીભાઈ અને યુવા સંગઠનના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા અને તમામ ટ્રસ્ટીગણે સરાહના કરેલ

આ સમાચારને શેર કરો