Placeholder canvas

યુવા મહોત્સવમાં એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઝળકી…

વાંકાનેર: શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઝોન કક્ષાની સ્પર્ધામાં ઝળકી ને યુવા મહોત્સવ 2022માં મધ્ય ઝોન કક્ષાએ વડોદરા ખાતે યોજાયેલ લોક નૃત્ય સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.અને ગઝલ શાયરી વિભાગમાં ખાન સાનિયા અહમદભાઈ એ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.

આ વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધા માટે કરેલી સખત મહેનત અને માર્ગદર્શક આચાર્ય બહેનોએ કરેલા અથાક પરિશ્રમ અને તેમને મેળવેલ સિદ્ધી બદલ શાળા પરિવાર ,ટ્રસ્ટીગણ પ્રધાન આચાર્ય દર્શનાબેન તથા પ્રમુખશ્રી લલિતભાઈ મહેતા દ્વારાખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં સાથે તેઓ આગળ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr
આ સમાચારને શેર કરો