મોરબી

મોરબી: અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી કુવાડો મારી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં અગાઉ રસ્તા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી ૧૧ ઇસમોએ ગેરકાયદે મંડળી રચી યુવાનને ગાળો આપી ઢીકા પાટું માર મારી ઊંઘો કુવાડો મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

ગોકુલનગર પાછળ જાગાની વાડીમાં રહેતા રોહિતભાઈ શાંતિલાલ કણઝારીયાએ આરોપીઓ હંસરાજ શામજીભાઈ, રતિલાલ કેશવજી ડાભી, દિનેશ શામજીભાઈ, સુરેશ છગનભાઈ, કેશા ભીમાભાઇ ડાભી, સંજય છગનભાઈ ડાભી, પ્રવીણ કેશવજીભાઈ ડાભી, મુક્તાબેન છગનભાઈ, લીલીબેન કેશવજીભાઇ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી અને કિરણબેન રતિલાલ ડાભી રહે બધા ગોકુલનગર પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જેમાં જણાવ્યું છે કે ૧૫ ઓગસ્ટના રોજ રોહિત કણઝારીયા પોતાનું બાઈક લઈને ઉમિયા સર્કલથી ઘર જતા હોય ત્યારે રસ્તામાં ખુબ ગારો હોય અને જેસીબીથી રસ્તાનું કામ ચાલુ હોય જેથી જેસીબી ડ્રાઈવર સાથે વાતચીત કરવા ઉભો રહ્યો હતો ત્યારે હંસરાજ શામજી, રતિલાલ ડાભી આવી રસ્તા બાબતે વાત કરી ગાળો આપવા લાગ્યા હતા

તેવામાં દિનેશ શામજીભાઈ આવીને બોચી પકડી તેમજ સુરેશ ડાભી કુવાડો લઈને આવી સંજય ડાભી છરી લઈને આવ્યો તેમજ મહિલાઓ સહિતના આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને વાળ પકડી ઢીકા પાટું મારતા હતા ત્યારે ઊંઘા કુવાડાનો ઘા મારી ઈજા કરી આજે તને જીવતો નહિ મુકું કહીને માર મારતા હોય ત્યારે અન્ય લોકો આવી છોડાવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો આમ અગાઉ રસ્તા બાબતે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી મહિલાઓ સહિતના ૧૧ આરોપીઓએ યુવાનને ઊંઘા કુવાડા વડે માર મારી ઈજા કરી ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો