Placeholder canvas

કચ્છ એક્સપ્રેસમાં ફિલ્મી ઢબે 50 લાખની લૂંટ

હવે દિવસે દિવસે ટ્રેનમાં પણ લૂંટના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડનાં એક આંગડિયા પેઢીનો યુવાન ગત સાંજે કચ્છ એક્સપ્રેસ ટ્રેનનાં જનરલ ડબ્બામાં સુરત જવા નીકળ્યાો હતો. ચાલું ટ્રેનમાં બે બુકાનીધારીઓએ તેને હથિયાર બતાવી 50 લાખની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.આ આરેપીઓ સામે આરપીએફએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વલસાડનાં એમજી રોડ પર રહેતાં પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત એક આંગડિયા પેઢીમાં કામ કરે છે. અને તેઓ વલસાડથી સુરત ડિલિવરી મેનનું કામ કરે છે. ગત સાંજે તેઓ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જવા રવાના થયા હતા. આ દરમિયાન ટ્રેનમાં પાંચ એક જેટલા બુકાનીધારીઓએ તેમની બેંગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ લુંટારુઓએ તમંચા જેવું હથિયાર બતાવી લુંટ ચલાવી હતી.

જયારે આ બનાવમાં ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયાં હતાં. આ બાદ ટ્રેન નવસારી પહોંચતા તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકવામાં આવ્યા હતાં. બીજી તરફ લુંટારુઓ 50 લાખ ભરેલી બેગ લુંટી ડુંગરી પાસેનાં ફાટક નજીર ચેઈન પુલિંગ કરી તેઓ ભાગી ગયાં હતાં. ત્યારે આરપીએફની ટીમે લુંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો