Placeholder canvas

મોરબી: કૃષ્ણનગરની શાળામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબીના કૃષ્ણનગર ગામની પ્રાથમિક શાળામાં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ વેશભૂષા સ્પર્ધામાં શાળાના બાળકો દ્વારા હનુમાનજી, ભગવાન શિવશંકર, રામદેવપીર, ડોક્ટર, રાણી લક્ષ્મીબાઈ, શાકભાજી વેચનાર, કઠિયારો, રાધાકૃષ્ણ, ગોપીઓ,લવકુશ, ખેડુત, વગેરેની સુંદર વેશભૂષા કરવામાં આવી હતી.આ તકે શાળાના તમામ બાળકોને શાળા પરિવાર વતી પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો