કોઠી ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

ગત તા. 3ના રોજ કોઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ટાવરની પાછળ જાહેરમાં કુંડાળુ વાળી લાઇટના અજવાળે ગંજીપતાના પાના તથા પૈસા વતી હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રફીકભાઇ મુરાદભાઇ બ્લોચ, સીંકદર મુરાદભાઇ બ્લોચ તથા મુનાફભાઇ મહમદભાઇ શરસીયાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રોકડ રૂ. 15,500 જપ્ત કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  • 92
  •  
  •  
  •  
  •  
  •  
    92
    Shares