skip to content

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા…

કોટડાનાયાણી ગામે વર્ષ ૨૦૧૮ માં પત્ની સાથે ઝઘડો થતા હાથ પગ ભાંગી નાખી ગળેટુંપો દઈને હત્યા કરી નાખવાના કેસમાં પતિને આજે કોર્ટે હત્યા કેસમાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગ્રામ પંચાયતના સભ્ય વિજયસિંહ ઉર્ફે ભીખુભા જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૦૪-૧૧-૨૦૧૮ ના રોજ સવારે ઘરની બહાર ગામમાં આંટો મારવા ગયા જ્યાં ગામના ભીખાભાઈ બચુભાઈ લઢેરની પત્નીનું મોત થયાની માહિતી મળી હતી જેથી તેના ઘર પાસે જઈને પૂછતાં પત્ની સાથે ગઈકાલે બપોરે ઝઘડો થતા પત્નીને મારી નાખી છે જેથી ભીખાભાઈના ઘરે જતા ભીખાભાઈના ઘરે બેન ભાણેજ બધા હાજર હોય જેને પૂછતા તેઓએ કહ્યું કે જાનુબેન મરણ ગયેલ છે અને જાનુબેનનું કઈ રીતે મોત થયું તે બાબતે ભીખાભાઈએ છાતીમાં દુખાવો થતા પડી ગયા અને મોત થયું તેવું જણાવ્યું હતું જેથી અંદર જઈને જોતા ભીખાભાઈના પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન (ઉ.વ.૫૦) વાળાનો મૃતદેહ પડ્યો હતો અને ડોક તેમજ હાથ અને પગના ભાગે ઈજા જોવા મળી હતી જેથી પોલીસ મથકમાં જાણ કરી હતી તા. ૦૩-૧૧-૧૮ ના રોજ ભીખાભાઈના ઘરે ઝઘડો થયો હતો જેમાં ભીખાભાઈ લઢેરે બપોરના અગિયાર વાગ્યાના અરસામાં પત્નીને કોઈ હથિયારથી માર મારી હાથપગ ભાંગી નાખી શરીરના અન્ય ભાગોએ માર મારી ગળેટુંપો દઈને હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી

જે ફરિયાદને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પતિને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે હત્યા અંગેનો કેસ પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટ, મોરબીમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં ૨૫ મૌખીક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને કોર્ટે આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેરને આઈપીસી કલમ ૩૦૨ ના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે

આ સમાચારને શેર કરો