Placeholder canvas

રાજકોટ: મહિલાને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપીને તમાચા અને પછી છરીના ઘા ઝીંક્યા !

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી બાઇકમાં આવેલા શખસે મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો, જેમાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત 3 શખસે છરી વડે હુમલો કરતાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં આરોપી અજિતસિંહ ચાવડા સામે તાલુકા પોલીસમાં મથકમાં પોતાના પર દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી, પરંતુ તાલુકા પોલીસે અનેક વખત ધક્કા ખવડાવ્યા હતા અને ફરિયાદ નહિ લેતાં અંતે મહિલાએ કોર્ટમાં અજિતસિંહ ચાવડા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો