ટંકારા

આ વર્ષે નૈઋત્ય ચોમાસુ10 દિવસ મોડુ, વૈખ ને પૈખ નક્ષત્ર ઉપર વરસાદનો આખો મદાર! હવામાન નિષ્ણાત કિશોર ભાડજા

2025ની સાલનુ વર્ષ કેવુ રહેવાનું છે જે ચૈત્રસુદ પાંચમની ખાદલી (ગાડલી) ઉપરથી આખા વર્ષનુ તારણ આપતા આવ્યા છે આ ખગોળીય ઘટના છે જેને આપણે ખાદલીના નામે ઓળખાય છે ચૈત્રસુદ પાંચમની રાત્રે આકાશમા નિહાળી એ ક્રુતિકા નક્ષત્રને છોકરા કહેવાય છે રોહિણી નક્ષત્રને માલના ગાડાથી ઓળખાય છે ચંદ્રને વશિયાત એટલે (વેપારી) કહેવાય છે અને મૃગશીર્ષ નક્ષત્રને રખેવાળ કહેવાય છે આ સાલ તારીખ 02-04-2025 ને બુધવાર ચૈત્ર સુદ પાંચમની રાત્રે ખાદલી ઉપરના ચિત્ર પ્રમાણે પશ્ચિમ દિશામા 8:30 મિનિટથી જોવા મળશે ચિત્ર પ્રમાણે વશિયાત માલના ગાડાથી પાછળ દૂર સમતોલમાં ચાલે છે તે જોતા ખેત ઉત્પાદન મધ્યમ સારૂ થાય ચિત્રમા વશિયાત છોકરા ઓની પાછળ પાછળ એક રસ્તા પરથી ચાલે છે તેથી માણસ સમુદાય ઉપર થોડી ઘણી મુશ્કેલીના એંધાણ વર્તાઈ ચિત્રમા વસિયાત રખેવાળથી દૂર ચાલે છે તે જોતા સરહદ ઉપર કોઈ ભય દેખાતો નથી વૈશાખ મહિનામા ભરણી નક્ષત્ર ઉત્તરતા અને ક્રુતિકા નક્ષત્ર બેસતા તારીખ 10 મે નજીકમા માવઠાની શક્યતાઓ છે.

આ વર્ષ 2025 ની સાલનુ ચોમાસુ 10 દિવસ મોડું આવશે આ વર્ષે આદ્રા નક્ષત્ર બેસતા તારીખ 22 જૂનથી પ્રીમોનસુંન શરૂઆત થશે તારીખ 22-06-2025 રવિવાર આદ્રા નક્ષત્ર સમય 6:20 મિનિટથી બેસે છે તેમનુ વાહન ઉંદરનુ છે ચંદ્ર નક્ષત્ર ભરણી અષાઢ સુદ દસમથી પૂનમ આદ્રા નક્ષત્ર ઉતરતા અને પુનર્વસુ નક્ષત્ર બેસતા તારીખ 5 જુલાઈથી 10 જુલાઈ સુધીનમાં વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવશે પુષ્પ નક્ષત્ર બેસતા અને ઉતરતા પણ વરસાદ નો રાઉન્ડ સારો છે અશ્લેખા નક્ષત્રમા અને મધા નક્ષત્રમા વરસાદની ખેંચ વરતાઈ ભાદરવા સુદ દશમ થી પૂનમ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમા તારીખ 3 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર મા જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમા તારીખ 18 સપ્ટેમ્બરથી વરસાદનો જોરદાર નદી નાળા છલકાઈ તેવો રાઉન્ડ આવશે જે 10 દિવસનો રાઉન્ડ છે હાથિયો નક્ષત્ર બેસ્તા નૈઋત્ય ચોમાસુ વિદાઈ લેશે આ વર્ષે રોહિણી વાસ પર્વત પર અને મેઘ નિવાસ કુંભારને ધરે છે આ સાલ તારીખ 29-03-2025 શનિવાર શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં સમય 21:40 મિનિટે પ્રવેશ કરશે અને ફાગણવદ અમાસ તારીખ 29 માર્ચ 2025 શનિવાર સૂર્ય ગ્રહણ છે સૂર્ય ગ્રહણ ભારતમા દેખાવાનુ નથી અને મીન રાશિમાં છ ગ્રહો ભેગા થાઈ છે સૂર્ય ચંદ્ર શુક્ર શનિ બુધ અને રાહુ આ વર્ષે ચૈત્ર સુદ પાંચમ તારીખ 2 એપ્રિલ 2025 ને બુધવાર આવેશે આ વર્ષે ચૈત્ર સુદ પાંચમની ખાદલી જોતા આ વર્ષે માણસ સમુદાઈ ઉપર થોડીક મુશ્કેલીના એંધાણ દેખાઈ છે આ આગાહી ખગોળ શાસ્ત્રના આધારે કરવામાં આવે છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધું કુદરતને આધીન છે.

હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જીલ્લોમોરબી મો 9586590601

આ સમાચારને શેર કરો