સગી ફઈની દીકરીની દાતરડાથી હત્યા કરીને…યુવક ઝેરી દવા પીઇ ગયો.
તું મારી નહીં તો કોઈની નહીં. ધોરાજીના તોરણિયા ગામ નજીક કિસ્સો સામે આવ્યો છે. કે જેમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. ધોરાજીનાં તાલુકાના તોરણીયા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતી હર્મિતા નામની યુવતીને તેના સગા મામાના દીકરા જીજ્ઞેશ ઉર્ફે બાલાએ દાતરડાનો એક ઘા ઝીંકી પતાવીને પોતે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.
આ બનાવની જાણ થતાં હર્મિતાના પરિવારજનો દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ હોસ્પિટલે હર્મિતાનો મૃતદેહ જ પહોંચ્યો હતો. એવામાં વધુ એક સમાચાર આવ્યા કે આરોપી જીજ્ઞેશ ઉર્ફે બાલાએ ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. જેથી પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને જીજ્ઞેશના મૃતદેહને સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
મૃતકના પરિવાજનોએ પોલીસને જણાવ્યું હતું કે, જીજ્ઞેશ ઉર્ફે બાલો મૃતક હર્મિતા ઉર્ફે બાવનો સગા મામાનો દીકરો હતો બાલાને બાવ સાથે લગ્ન કરવા હતા. પણ પરિવારે હર્મિતાનો સબંધ અમરનગર પાસે આવેલ દેવળકી ગામના છોકરા સાથે નક્કી કરી દીધા હતા. હર્મિતા ઉર્ફે ભાવની સગાઈ આગામી તા.10 ડિસેમ્બરના રોજ હતી. પ્રસંગ માટે ખરીદી પણ થઈ ગઈ હતી. આ વાત બાલો જાણતો હતો તેણે બાવને સગાઈ ન કરવા સમજાવી પણ કદાચ બાવ નહીં માની હોય તેથી ગળા પર દાતરડાનો ઘા ઝીંકી હત્યા કરી બાલોએ પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

