વાંકાનેર: કિડ્ઝલેન્ડ સ્કૂલ નિયમિતતા સાથે સારું પરિણામ લાવનાર 11 વિદ્યાર્થીઓને આપશે સ્પોર્ટ સાયકલ…

વાંકાનેર:હાલમાં કોરોના મહામારીમાં સ્કૂલો તરફથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે ત્યારે આ ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ કંટાળે નહીં અને નિયમિત અને રસપૂર્વક શિક્ષણ કાર્ય કરે એ માટે વાંકાનેરની અંગ્રેજી માધ્યમની કિડઝલેન્ડ સ્કૂલે એક અનોખી પહેલ કરેલ છે.

વાંકાનેર કિડઝલેન્ડ સ્કૂલ જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી કરીને આજ દિવસ સુધી સતત તેમની સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી રહી છે, હજુ સ્કૂલો ક્યારે ખુલશે તે કંઈ પણ કહી શકાય તેમ નથી ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં રુચિ રહે અને નિયમિતપણે શિક્ષણ કાર્ય કરે એ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલ તરફથી નિયમિતપણે શિક્ષણ કાર્ય કરીને સારો દેખાવ કરનારા 11 વિદ્યાર્થીઓને વર્ષના અંતમાં સ્પોર્ટ સાઇકલ ઇનામ પેટે આપવાની જાહેરાત કરી છે.

આ કોરોના મહામારીમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ વાલીઓ અને સરકાર વચ્ચે સતત પ્રશ્નો ઊભા થતા રહે છે અને ઘણી બધી સ્કૂલો ફી બાબતે વાલીઓને સતત ફોન કરીને ભરવા માટે દબાણ કરી રહી છે ત્યારે આ સ્કૂલના પ્રિન્સિપાલ ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થી કંટાળે નહીં અને રૂચિ સાથે શિક્ષણ મેળવે અને સારો દેખાવ કરે તે માટે આવા ઇનામની જાહેરાત કરેલ છે.

આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારા માટે વિદ્યાર્થીઓનું શિક્ષણ મહત્વનું છે જ્યારે પ્રી કેજી ની સંપૂર્ણ અને ઉપરના ધોરણોમાં સરકારે 25% આપેલી માફી ઉપરાંત બીજી વધારાની 25% ફી માફી અમેં જાહેર કરી છે. તેમજ અમારી સ્કૂલ તરફથી ફી ભરવા માટે કોઈપણ વાલીઓને દબાણ કરવામાં આવતું નથી. પરંતુ આ મહામારીમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એ માટે વાલીઓ તરફથી સહકાર મળે અને તેમના સંતાનના શિક્ષણમાં રસ લે તેવી અપીલ કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ રસ સાથે શિક્ષણ લે એ માટે અમે આ સ્પોર્ટ સાઇકલના ઇનામની જાહેરાત કરી છે. સાથો સાથ સાયકલના કારણે વિદ્યાર્થીઓનું ફિટનેસ/આરોગ્ય પણ જળવાશે એવો મેસેજ આપવાનો અમારો આ પ્રયત્ન છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •