ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત: દિઘલીયાથી શેખેરડી અને શેખેરડીથી કાનપર સુધી પોણાત્રણ કરોડના ખર્ચે ડામર રોડ બનશે.
વાંકાનેર: વાંકાનેર તાલુકાનાં શેખેરડી ગામ ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે બે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું..
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી શેખેરડી ગામથી કાનપર ગામ સુધી 2.40 કિ. મી. રૂ/150.55 લાખનાં ખર્ચે નવા ડામર રોડ નું કામ તેમજ દિઘલીયા ગામથી શેખેરડી ગામ સુધી 3.50 કિ.મી રૂ/120 લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ હરૂભા ઝાલા,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જાહીરઅંબાસ શેરસીયા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા,અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા,શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ બાદી, ગોપાલભાઈ શારદીય સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડના કામનું ખાતમુર્હત થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી અને ગ્રામજનોએ ખાસ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.