ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ

રાજ્યના 21 મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી, પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કેશુભાઈ પટેલ હોમ ક્વોરન્ટીન થયા
કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે.

21 નેતા કોરોના સંક્રમિત થયા હતા
રાજ્યમાં અત્યારસુધીમાં 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •