વાંકાનેર: મહારાણા કેશરીદેવસિંહજીએ જુનપીર બાવાની દરગાહ પર ચાદર ચડાવીને માનતા પૂરી કરી….
વાંકાનેર: વાંકાનેરના મહારાણા અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજીના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી એમ સમજજો અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરી અને મહારાણા કેશરીદેવસિંહજીના ઘરે તા. ૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારે રાજકુંવરનો જન્મ થયો અને તે માનતા પૂરી કરવા માટે જુનપીર બાવાની દરગાહ પર હાજરી આપી અને ચાદર પોસી કરી અને રાજકુંવરના હકકમાં દુઆઓ માંગી હતી.
વાંકાનેર તાલુકાના વણઝારા ગામ પાસે આવેલી જુનપીર બાવાની દરગાહ પર તા. ૨૨/૦૨/૨૦૨૫ને શનિવારના રોજ માનતા પૂરી કરવા આવ્યા ત્યારે મહારાણા કેશરીદેવસિંહજી સાથે ડી.એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, માહમદ, હનીફ અને ખીજડીયા ગામના આગેવાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
આ ચાદર પોસી બાદ મહારાણા કેશરીદેવસિંહજીએ આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ કરી હતી.







વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મહત્વના સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવો…
કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/FIiPCNdYZVSA2LMMYShRZH

